#જાતની_જાહેરાત
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં "સીધી બાત નો બકવાસ" જાહેરાતમાં જ ગમે એમ છે. આપણી આસપાસ એવો સમાજ છે જે "દિખાવે પે મત જાવ અપની અક્કલ લગાવો" માં અક્કલ વાપરવામાં માનતો નથી. અત્યારે જે વાતાવરણ ઉભુ થઈ રહ્યું છે ત્યાં સરળ, નિરાભિમાની અને સહજ વ્યક્તિત્વ સહન કરે છે. સમય સાથે થોડું ગોળ ગોળ વાત કરતાં આવડવું પણ એટલું જ જરૂરી છે. ઘણી વખત આપણે પણ જાહેરાત નો એક ભાગ બનવો પડે છે. જેમ દરેક બદલાવ જરૂરી છે તેમ થોડો આ બદલાવ પણ જરૂરી છે. જમાનો અત્યારે "જો દિખતા હૈ વહી બિકતા હૈ" નો છે. તમે શું કરો છો તે સોશ્યલ મીડિયા પર મૂકવું અતિશય જરૂરી બનતું જાય છે. તમારી આવડત ને ત્યારે જ પ્રમાણપત્ર મળશે જ્યારે તમને આ રીતે દેખાડો કરતાં આવડતો હશે. સાદગી બહુ સારી વાત છે પણ લોકો ને જે જોવું ગમે તે જ પીરસવું પડે.
સોશ્યલ મીડિયા નો જમાનો છે જ્યાં લોકો પોતાના માટે નહીં લોકો ને શેર કરવા માટે જ જિંદગી જીવી રહ્યા છે. ચેક ઇન કરવું ચેક અપ કરાવવા કરતાં મહત્વનું થઈ ગયું છે. સાથે ફરવા ની મજા સાથે કોણ છે એ સોશ્યલ મીડિયામાં ટેગ કરવા અને લોકો ને દેખાડવા ફોટો પાડવા માં એટલો સમય જાય છે કે ખરેખર ક્યારેક શું ફર્યા કે શું જાણ્યા કે સમજ્યા દેખાતું જ નથી. એટલે એટલું પણ દેખાડો નથી કરવાની વાત કે જ્યાં લોકો ને દેખાડવા જ જીવવા માં આવે ખૂબ જ મજા આવી એ કહેવા ખરતાં અનુભવવાની જ તો વાત છે. (#MMO )
એટલું પણ નહીં દેખાડો કરો કે ખરેખર તમારું પોતાનું વ્યક્તિત્વ તમને પોતાને જ અલગ લાગે. હું જે દેખાડા ની વાત કરું છું તે તમે જે છો તે જ દેખાડો ની છે અહી કોઈ વધુ વધારી જાણ કરવાની વાત નથી પણ તમારા અસ્તિત્વ ને શણગારવાની વાત છે. આ વાત પણ એવી જ છે કે જાતે નક્કી કરવું પડશે કે કેટલું દેખાડવું છે. કેટલું દેખાડવામાં કોઈ નુકસાન નથી. આ નુકસાન નાણાકીય નહીં દરેક રીતે થઈ શકે છે. {#માતંગી }