દરિયા કિનારે તારી સાથે હાથમાં હાથ પરોવીને,
કરેલી પ્રેમભરી એ વાતો યાદ છે મને
તારી બાહોમાં મળેલી,
એ હૂંફ યાદ છે મને,
તારા ખોળામાં માથું ઢાળીને,
વિતાવેલી એ ક્ષણો યાદ છે મને,
છૂટા પડતી વેળાએ તારી અને મારી આંખમાં આવેલા,
એ આંસુ યાદ છે મને,
પણ,તું મને કેમ ભૂલી ગયો,
એ જ યાદ નથી મને...