કાન. અમારા મનની. વાતો
કોને જઇને કહીશું રે?
તું તો ચાલ્યો મથુરા. મોહન
હવે. જીવવું થઇ ગ્યું અઘરૂ રે
સૂનો પડશે જમના આરો
પગવાટે. કામ સંચરશું રે?
વાંસલડીને. સૂણ્યા વિના
કેમ કરીને રહીશું રે?
વાંસલડી સૂણવાના હેવા
અમને જાળા જેમ વળગીયા રે
ભીતરના વિરહના. ભડકા
કેમ કરી હોલવશું રે?