58 વર્ષ બાદ થશે આવું સૂર્ય ગ્રહણ જાણો પ્રભાવ અને સુતકનો સમય
વર્ષના અંતે એટલેકે 26 ડિસેમ્બરે સૂર્ય ગ્રહણ ગ્રહોની સ્થિતિ અનુસાર છેલ્લા કેટલાયે દશકાઓ પછી અલગ રીતે થઈ રહ્યુ છે. ગ્રહણના સમયે 6 ગ્રહ સૂર્ય, ચંદ્રમાં, ગુરૂ, શનિ અને બુધની યુતિ ધનુ રાશિમાં કેતુ સાથે થશે. 5 ફેબ્રુઆરી 1962ના પૂર્ણ સૂર્ય ગ્રહણના સમયે મકર રાશિમાં તમામ 7 ગ્રહ કેતુ સાથે ઉપસ્થિત હતા એ સમયે આ ગ્રહણના પ્રભાવથી ક્યુબા મિસાઈલ સંકટ ચાલતુ હતુ અને અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધની નોબત આવી હતી, ભારતને ચીનના આક્રમણનો સામનો કરવો પડ્યો હતો. હવે 58 વર્ષ પછી આ વિશેષ સૂર્ય ગ્રહણની અસર થઈ રહી છે.
સૂર્ય ગ્રહણ સુતક અને સમય
જ્યોતિષશાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમાંને ગ્રસિત કરશે. ભારતીય માનક સમય અનુસાર 26 ડિસેમ્બરે ગ્રહણનું સુતક સવારે 8 વાગ્યાથી આરંભ થઈને બપોરે 1 કલાક 36 મિનિટ સુધી રહેશે. આ સૂર્ય ગ્રહણ ખાડી દેશોમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત,ચીન અને પૂર્વી એશિયામાં મોટાભાગના પ્રદેશોમાં દેખાશે.
ગ્રહણના પ્રભાવથી પ્રાકૃત્તિક આપદાઓ અને તાપમાનમાં મોટો ઘટાડો થશે
પોષ મહિનામાં થનાર આ સૂર્ય ગ્રહણના એક દિવસ પહેલા મંગળ રાશિ પરિવર્તન કરી જળ-તત્વની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. આવામાં આ ગ્રહણથી 3થી 15 દિવસમાં પ્રાકૃત્તિક આપદા જેવાકે ભૂકંપ, સુનામી અને ખુબજ બરફનો વરસાદ થાય તેવી શક્યતા છે. ગ્રહણના સમયે ધનુ રાશિમાં બુધની યુતિ સૂર્ય અને ચંદ્રમાં સાથે થઈ રહ્યો છે આના કારણે અશુભ ફળ આપશે.
ગ્રહણથી કુદરતી સંકટ આવશે
ગ્રહણના સમયે સૂર્ય, ચંદ્રમાં, બુધ, કેતુ અને ગુરૂ મુળ નક્ષત્રમાં થઈને કુર્મ ચક્ર અનુસાર પશ્ચિમ દિશા તરફ ભાર વધારશે. આના પ્રભાવથી હિંસા, કુદરતી સંકટ, જાન-માલને નુકસાન થશે. ભૂકંપ બાદ તોફાનનો ખતરો આવશે. ગ્રહણના સમયે ગોચરમાં શુક્ર જળ તત્વની રાશિ મકરમાં થશે. બૃહત સંહિતા અનુસાર આ સ્થિતિમાં કમોસમી વરસાદ, ભયંકર ઠંડી અને બરફ વર્ષાના યોગ બનશે.