અવાજ
અવરોધ વગરના ગગનમાં મન ભરીને ઉડી લીધું,
કારણ કે , આજે ના કહેતા શીખી લીધું...
સંકોચ અને મર્યાદાના વસિયતનામાં માંથી ,
નામ રદ કરાવી લીધું,
આજે ના કહેતા શીખી લીધું...
આખો ને ઉપર ઉઠાવી હતી જયારે,
ડરની રેખા મુખ પર આવી હતી ત્યારે..
હસતા હસતા ડરને મારા સંતાડી દીધું,
આજે ના કહેતા શીખી લીધું....
સંસ્કારને નામ મજબૂરીનું આપી બેઠા હતા,
અમુક લોકો મૌનને કમજોરી સમજતા બેઠા હતા,
એક કટાક્ષ જવાબ માટે આજે મૌન તોડી લીધું..
આજે ના કહેતા શીખી લીધું ..
આજે ના કહેતા શીખી લીધું ..
" દીપ્તિ ઠક્કર "