Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ સરળ ઉપાયો અજમાવીને કરો હનુમાનજીને પ્રસન્ન, થશે બધી જ મનોકામના પૂરી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં દરેક પ્રકારના સુખ અને સુવિધાઓ મળે તેમજ દરેક કાર્ય સુખરૂપ રીતે પાર પડે. પરંતુ આજના જીવનમાં રોજ નવી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો કે તેમાંથી કેટલીક સમસ્યાઓ એવી છે કે જેમાંથી કષ્ટભંજન દેવ તમને ઉગારી શકે છે. તેના માટે સૌ પ્રથમ એ જાણવું જરૂરી છે કે કઈ સમસ્યા માટે હનુમાનજીને કયા ઉપાયથી પ્રસન્ન કરવા.

રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો. હાથમાં લીધેલા કાર્યને પૂર્ણ કરવા ઈમાનદારીથી પ્રયત્ન કરવા. તેમજ ધીરજ રાખવી.

મંગળવાર અને શનિવારે બજરંગ બલીના મંદિરે જઈ દર્શન કરવા તેમજ મનના મનોરથના પૂરા કરવા પ્રાર્થના કરવી.

મંગળવારે હનુમાનજીનું વ્રત કરવું. તેમજ તેમને વસ્ત્રો ચડાવવા.
ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરવું તેમજ તેમને ભેટ આપી ખુશ કરવા.

દર મંગળવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચડાવવો.
શુક્લ પક્ષનો કોઈપણ શનિવારે હનુમાનજીને એક નાળિયેર પર સિંદૂર લગાવીને ચડાવવું.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now