"તારા વગર જીવવાની આદત પડી ગઈ છે એવું નઈ કઉ હું, કારણ કે તું તો ક્યારેય ગયો જ નથી. મારા મૌનમાં છૂપાયેલી તારી લાગણીઓને જયારે કલમ ના સહારે કાગળ પર ઉતારુ છું ને, ત્યારે તારી હયાતીનો એહસાસ તારા હોવા જેવો જ છે."
"તારી યાદ આવે છે એવું પણ નઈ કઉ હું, કારણ કે હું તો તને ક્યારેય ભૂલી જ નથી. તારી મનપસંદ પોશાક પહેરીને જ્યારે અરીસા સામે હસી લઉં છું ને, તો મારા સ્મિત પર વ્હારી જતો તુ આજે પણ મારી સ્મૃતિમાં અકબંધ છે."
"તને કહેવાની રહી ગયેલી વાતો" માંથી...