Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ઉપાય અજમાવી ખોલો કિસ્મતના દ્વાર, મુશ્કેલ સમયને ટાળવા અજમાવી જુઓ

ઘરતીનો છેડો ઘર એ માનવીને શાંતિનો અહેસાસ કરાવે છે. જો કે ઘર પણ ક્યારેક વાસ્તુદોષને કારણે અનેક મુસીબતોનું સ્થાન બની જતું હોય છે. કોઈ પણ સારી ગૃહિણી ઘરને સ્વચ્છ અને સાફ રાખવા પ્રયત્ન કરે છે તે થકી ઘરનું વાસ્તુ અને ઘરમાં રહેલી ઉર્જાને સકારાત્મક બનાવવાની કોશિષ કરે છે.

સ્વચ્છતા જાળવવા માટે દરરોજ ઘરમાં સાફ-સફાઈ ઉપરાંત ઝાડુ-પોતા પણ થતાં હોય છે. શાસ્ત્રોમાં ઝાડુને પણ મહત્વનું ગણવામાં આવ્યું છે. કારણ કે સામાન્ય એવું ઝાડુ જ ઘરમાંથી દરિદ્રતારૂપી ગંદકી દૂર કરે છે. તો આજે જાણી લો કે કેવી રીતે તમે રોજની સફાઈમાં કેટલાક ઉપાયો અજમાવી અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. ઘરમાં રોજ
સફાઈ થતી હોય જ ત્યાં લક્ષ્મીજી સ્થાયીવાસ કરે છે.

જ્યારે પણ ઘરમાં પોતાં કરવામાં આવે ત્યારે તે પાણીમાં થોડું મીઠું ઉમેરી દેવું. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કરવામાં આવે છે. તે વાત સૌ કોઈ જાણતું હશે. આવી રીતે પોતા કરવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થઈ જાય છે. માનવામાં આવે છે કે ગુરુવારે ઘરમાં પોતાં ન કરવા જોઈએ. તેનાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા નિયમોને ધ્યાનમાં રાખશો તો તમારા ઘરમાં પણ હંમેશા ખુશીઓ જ છવાયેલી રહેશે.

શુકન-અપશુકન

ખુલ્લા સ્થાન પર સાવરણી રાખવાથી અપશુકન થાય છે. એટલા માટે જ તેને છુપાવીને રાખવી જોઈએ. જ્યાં તમે રોજ જમવા બેસતા હોય ત્યાં પણ સાવરણી ન રાખવી. આમ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. તેમજ પરિજનોને સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ પણ રહે છે.

જો તમે રાત્રે દરવાજાની બહાર ઝાડુ રાખતા હોય તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. ગાય કે અન્ય પ્રાણીઓને સાવરણી ક્યારેય ન મારવી. ઘરના કોઈ સભ્ય બહાર જાય પછી તુરંત તેની પાછળ ઘરમાં ઝાડુ ન કરવું. કોઈપણ સ્થળે સાવરણીને ઊભી ન રાખવી.
જ્યારે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરો તો હાથમાં સાવરણી લઈને જ પ્રવેશ કરવો, આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે. સૂર્યાસ્ત સમયે ઘરમાં કચરો ન વાળવો

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111310264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now