Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા શાસ્ત્રોમાં અલગ અલગ ટોટકા અને પ્રયોગ આપવામાં આવ્યા છે. જેને તમે અજમાવી જૂઓ જેનાથી તમને નાની નાની વાતોમાં જે મુશ્કેલી પડે છે તેને તમે આ તમામ ઉપાયો કરીને નીવારી શકશો. ઘણીવાર એવુ થાય છે કે તમે ખૂબજ મહેનત કર્યા જ કરો છો પણ તમને મનગમતું કે ધાર્યુ પરિણામ ન મળે ત્યારે નિરાશ ન થશો અમે આજે તમને જણાવીશુ એવા કેટલાક ઉપાય જે કરવાથી સારી નોકરી, ધનલાભ, માનસિક શાંતી, વેપાર ધંધામાં સફળતા મેળવી શકશો.

દરેક વ્યક્તિના જીવનમાં સૌથી અગત્યની ઈચ્છા હોય છે કે તેને એક સારી નોકરી મળે. આ માટે વ્યક્તિ પોતાનું અડધુ જીવન ભણતર પાછળ ખર્ચે છે, એ માટે જુદા જુદા કોર્ષ કરે છે. પણ પછી એવું થાય છે કે તે નોકરી માટે આમતેમ ભટક્યા કરે છે. તમને જણાવી દઈએ કે નોકરીની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. આર્થિક સ્થિતિને સુધારવા માટે અને પોતાના પરિવારના ભરણપોષણ માટે એક સારી નોકરી ખૂબ જ જરૂરી છે. જો સારી નોકરી ન મળતી હોય અથવા નોકરી બદલવા માંગતા હો તો વેદ શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમો જણાવેલા છે. જે તમને એક સારી નોકરી જ નથી અપાવતા પણ તમારી મુશ્કેલીઓને પણ દૂર કરી દે છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરો

જેમકે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન હનુમાનને સંકટ મોચન કહેવાય છે. જ્યારે પણ તમે કોઈ પણ મુશ્કેલીમાં ઘેરાયેલા હોય તો તમે તેમને યાદ કરશો તો તે જરૂર તમારુ સંકટ દૂર કરશે. જેઓ સારી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. જરૂર તમને તેમાં સફળતા મળશે અને તમને એક સારી નોકરી મળશે.

ભગવાન શિવને દૂધનો અભિષેક કરો

જો તમને એક સારી નોકરીની શોધ છે અને તે પૂરી થતી નથી તો તમારે દરેક સોમવારના દિવસે વ્રત કરવું જોઈએ. શિવજીની કૃપાથી જરૂર તમને એક સારી નોકરી મળી જશે. તમને જણાવી દઈએ કે આ ઉપરાંત સોમવારના દિવસે ભગવાન શિવને વ્રત દરમિયાન દૂઘ અને આખા ચોખા ચઢાવો. આ એક ઉત્તમ ઉપાય છે. તેને કરવાથી તમને જરૂર સફળતા મળશે.

લીંબુનો ટોટકો

તમને જણાવી દઈએ કે વિવિધ પ્રકારની પૂજા અને ટોટકા માટે લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. સારી નોકરી માટે તમારે લીંબુંનો આ ટોટકો કરવો જોઈએ. તમે જે ભગવાનને માનો છો તેમની પૂજા કરો છો તેમની પાસે આ ટોટકો કરવો.

એક લીંબુ લો, જેમાં કોઈ પણ પ્રકારનો ડાઘ ન હોવો જોઈએ. તમે જે પણ ભગવાનને માનો છો તેમના ચરણોમાં આ લીંબુ ધરી દેવું. હવે આ લીંબુ પર ગંગાજળ નાખો અને તમારા માથા પર સાત વખત ઉતારી લો. ત્યારબાદ તેના વચ્ચેથી ચાર ટુકડા એવી રીતે કરો કે લીંબૂ નીચોવી જોડાયેલુ રહે. આ લીંબુને હવે ચારરસ્તે નાખી દો.

આ ટોટકો 21 દિવસ સુધી સતત કરો. આ ટોટકાથી તમારી નોકરીને લગતી મુશ્કેલી દૂર થઈ જશે. દહીં અથવા મીઠુ મોઢું વારંવાર તમને ઈન્ટરવ્યુમાં અસફળતા મળી રહી છે, તમને નોકરી મળતી નથી. તો એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે તમે ઈન્ટરવ્યુ આપવા જાવ ત્યારે ઘરેથી દહીં અને કંઈક ગળી વસ્તુ ખાઈને જાવ. તેનાથી તમને સારુ પરિણામ મળશે. ગાયને ગૉળ ખવડાવો જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે તમારા ખીસ્સામાં ગોળ રાખો અને રસ્તામાં જો તમને સફેદ ગાય દેખાય તો તેને ખવડાવો. આ ઉપાય કરવાથી તમને ઈન્ટરવ્યૂમાં સારી સફળતા મળશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111309437
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now