*ઓળખી લે છે* લેખ...
મારા કહ્યા વગર, મારા દર્દને જાણી લે છે અને આમ જ મને દુઃખી આત્મા કહી હસાવી જાય છે તું.... મારા મૌનમાં છુપાયેલી દિલની ભાવનાઓ ના અર્થને જાણી લે છે તું... અને દર વખતે મને સરળતાથી મનાવી લે છે કેમ કે, મારા રિસાઈ જવાના તર્કને જાણી લે છે તું.... આવી છે મારી જિંદગી માં જ્યારથી જીનું ની સરગમ બનીને મારા વેરાન જીવનમાં વસંત બની ને મેહક ફેલાવી દીધી તે... ધ્યાન તો રાખે જ છે તું મારી ખુશીઓનું, મારી દરેક નાની-મોટી વાતો નું, મારા બધા ઝખ્મોની ગર્તને જાણી લે છે તું... અને મારી ખુશી માટે કશું પણ કરી જાય છે તું અને જીનલ.. માટે જ નથી મંજુર કડવાશ આપણા સબંધમાં કે ઘરમાં કે પરિવાર માં..
સાવ સહજ છે મારા અનમોલ રતન આપણો આ સ્નેહ જે મારી જિંદગી નો અણમોલ ખજાનો છે.. તું મારા જિંદગીના સાચા અર્કને જાણી લે છે અને આ તમારો બંન્ને નો પ્રેમ જ મારું જીવન જીવવાનું સાચું બળ છે... મારી લેખક તરીકે ની ઓળખાણ પણ તમારી પ્રેરણા અને પ્રોત્સાહન જ છે એ હું દિલથી સ્વીકારું છું... તું મને અને મારા દરેક ભાવને ઓળખી લે છે.... હું ખૂબ જ નશીબદાર છું કે મને આવા સમજદાર બાળકો મળ્યા છે ...
ભાવના ભટ્ટ અમદાવાદ....