ઘરાની. વ્યાકૂળતા નિહાળીને રડી લઉ છું
તડપતા દિલની વ્યથા જોઇને રડી લઉ છું
કરે છે નર્તન મયેર મેઘરાજાને રીઝવવાને
છતાંયે ક્રુરતા મેઘની જોઇને રડી લઉ છું
ઉર જલનને શાતા આપવાને દાન અશ્રુનું દીધુઃ
છતાં ઉરની. અતૃપ્તિ જાણીને રડી લઉ છું
ભાવનાના રંગે રંગેયેલી છે તસવીર શમણાની
સૂરજની. તેજ ગંગામાં. વહેતી જોઇ રડી લઉ છું
મહેફિલ ગુલતાન હતી સુખના. મસ્તીના. જામ
અચાનક ગમની એંધાણી જોઇને રડી લઉ છું