*એમ ચેહર મા દોડતા આવે* ૧૮-૧૨-૨૦૧૯
અંતરથી યાદ કરું ને તમારી પૂરાય હાજરી એમ પણ બને,
અને ચેહર મા દોડતા આવે માફા જોડી ને એમ પણ બને.
હું દિવાસ્વપ્ન જોવું ને માથે હાથ તમારો ફરે ચેહર માવડી,
દિલની ભાવનાઓ ટહુકી ઉઠે કોયલ બની એમ પણ બને.
હું ચાલતો હોય જે રાહમાં,એ રાહે તમે જડો હસતા ચેહર માવડી,
ને એ જીવનપંથે મયૂર ગહેંકી ઉઠે આનંદી સૂરમાં એમ પણ બને.
ચીતરું લાગણીની પંચમ ભાતને ઓઢણી મહીં ભાવથી,
ને એ જ ઓઢીને તમે મળો પ્રભાતમાં એમ પણ બને માવડી.
ગોરના કુવે વસંતપંચમી નો મોહત્સવની ઉજવણી નિમિત્તે,
માઈ ભક્ત રમેશ ભાઈ નાં ભાવમાં ભીંજાઈ તમે બનો તરબતર એમ પણ બને....
ભાવના ભટ્ટ અમદાવાદ...