ગાલની બનાવટમાં છુપાયું છે +સ્વભાવનું રહસ્ય, એકવાર જાણો !
શું તમે જાણો છો કે, કોઇપણ વ્યક્તિના ગાલનો રંગ જોઇને પણ તેના સ્વભાવ અને આદતો વિશે જાણી શકાય છે. સામુદ્રિક શાસ્ત્ર મુજબ શરીરના અંગોની બનાવટને જોઇને કોઇપણ વ્યક્તિના સ્વભાવ, હાવ-ભાવ અને આદતોની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. અહીં જાણો કોઇપણ સ્ત્રી કે પુરૂષના ગાલના રંગ જોઇને તેમના સ્વભાવ વિશે કઇ-કઇ વાતો જાણી શકાય છે..
ગાલનો રંગ સફેદ હોય તોઃ-
જે લોકોના ગાલનો રંગ સફેદ હોય છે, તેમની સાથે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ચાલતી રહે છે. તે વ્યક્તિઓના જીવનમાં નિરાશા રહે છે અને આ વ્યક્તિઓ મોટાભાગે આળસુ પણ હોઇ શકે છે. આ લોકોમાં અનિશ્ચિતતાની ભાવના વધારે હોય છે. દરેક કાર્યને પોતાની રીતે કરવું જ તેમને પ્રિય હોય છે.
ગાલનો રંગ જો લાલ હોય તોઃ-
જે લોકોના ગાલનો રંગ લાલ હોય છે, તે લોકો થોડા ગુસ્સાવાળા હોય છે. નાની-નાની વાતોમાં જ તેમને ગુસ્સો આવવા લાગે છે. આ વ્યક્તિઓ સાહસી, યુદ્ધપ્રિય અને ઉત્તેજિત પ્રકૃતિ ધરાવનાર હોય છે. આ લોકો પોતાના કાર્યમાં ખૂબ જ વ્યવસ્થિત હોય છે. તેઓ બધા જ કાર્યને યોગ્ય અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં માનનારા હોય છે. સ્વચ્છતા આ વ્યક્તિઓને ખૂબ જ પ્રિય હોય છે.
ગાલનો રંગ ગુલાબી હોય તોઃ-
જે લોકોના ગાલનો રંગ ગુલાબી જોવા મળે છે, તે લોકો સંતુલિત માનસિકતા ધરાવનાર હોય છે. કોઇપણ પરિસ્થિતિમાં પોતાને ખૂબ જ સારી રીતે ઢાળી શકે છે. દરેક કાર્યને પોતાની વિશેષ શૈલી દ્વારા જ પૂરૂ કરવું તેમને પસંદ હોય છે. આ લોકો જીવનમાં ઘણી ઉપલબ્ધિઓ હાસિલ કરી શકે છે.
ગાલનો રંગ પીળો હોય તોઃ-
જો ગાલનો રંગ પીળો હોય તો આવા વ્યક્તિઓ માંદગીનું પ્રતીક હોય છે. આવા લોકમાં જીવન શક્તિની કમી જોવા મળે છે. આ લોકો ઉત્સાહહીન અને હમેશાં ભયભીત રહેનારા હોય છે.
ગાલનો રંગ ઘઉવર્ણ હોય તોઃ-
મોટાભાગનો લોકોના ગાલનો રંગ ઘઉવર્ણ જ હોય છે. આવા ગાલ ધરાવનાર લોકો સમાન માનસિકતા ધરાવે છે. વિપરીત પરિસ્થિતિઓમાં સરળતાથઈ પોતાની ઢાળી શકે છે. આવી વ્યક્તિઓને મહેનકની સાથે જ ઘણી ઉપલબ્ધીઓ પણ હાંસલ થાય છે.
ગાલ ભરાવદાર હોય તોઃ-
આવા લોકો જેમના ગાલ વધારે ભરાવદાર હોય છે, તે સ્થૂળ શરીર ધરાવે છે. આવી વ્યક્તિઓ ભોગી, સમૃદ્ધ તથા વિલાસી હોય છે. આ વ્યક્તિઓનો માનસિક વિકાસ શરીરની અપેક્ષા કરતા ઓછો જોવા મળે છે.
સામાન્ય ગાલ
જો કોઇ વ્યક્તિના ગાલ સાધારણ ભરાવદાર હોય, સ્મૂથ તથા ચમકદાર હોય છે તો વ્યક્તિ શારીરિક અને માનસિક રૂપથી મજબૂત હોય છે. આ લોકોમાં આકર્ષણ વધારે પ્રમાણમાં હોય છે. કોઇપણ અન્ય વ્યક્તિ આ લોકોથી જલ્દી આકર્ષિત થઇ જાય છે. આ વ્યક્તિઓમાં વ્યવહારિકતાના ગુણ પણ જોવા મળે છે.
સૂકાયેલા ગાલ હોય તોઃ-
જે લોકોના ગાલ સૂકાયેલા અને રૂખ્સ હોય છે, તે અસંતુલિત આહાર, માનસિક ચિંતા તથા દ્વેષ પ્રવૃત્તિ ધરાવનાર હોય છે. આવા લોકોમાં ગુસ્સો, ચિડચિડિયાપણું અને જીવનમાં ઘણીવાર અસફળ થાય છે.
ગુલાબી અને સામાન્ય ગાલઃ-
આ પ્રકારના ગાલ સામાન્ય ભરાયેલા, ગુલાબી રંગના અને સ્મૂથ હોય છે. આવા ગાલ વ્યક્તિના સૌંદર્ય, સહનશીલતા, કુશળતા, પરિશ્રમ, ઉદારતા, આકર્ષણ તથા સમૃદ્ધિને વ્યક્ત કરે છે.
અહીં માત્ર ગાલના આધાર પર વ્યક્તિના સ્વભાવની વાતો જણાવવામાં આવી છે. કોઇપણ વ્યક્તિના સંબંધમાં સટીક ભવિષ્યવાણી કરવા માટે તેના બધા જ અંગોની ઊંડાઇનો અભ્યાસ કરવાની જરૂર પડે છે. ત્યારે જ સટીક જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. શરીરના અન્ય અંગોની બનાવટથી વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન પણ થઇ શકે છે.