ચાલને ધૂળની ઉડતી ડમરીઓમાં
થોડી પા પા પગલી માંડી લઉં,,
મૃતપાય થતા પહેલાં લાવ ને
બચપણને પણ થોડું માણી લઉં,,
લોકોને જાણતાં પહેલાં લાવ ને
જાત પણ ને થોડું જાણી લઉં,,
ફૂલો નો પમરાટ, પંખીનો કલરવ
લાવને થોડો એને માણી લઉં,,
ઝરણાની ચંચળતા, નદીની સ્થિરતા
થોડી ખુદ માં અપનાવી લઉં,,
સુરજની તપિશ, ચંદ્રની શિતળતા
થોડી પોતાનાં મા સમાવી લઉં,,
પહાડની અડગતા, સમુદ્રની ગેહરાઈ
ખુદ માં પણ થોડી સમાવી લઉં,,
જીવન મળવાનું છે જ્યારે એકવાર
તો એને મન ભરીને જીવી લઉં,,
હા ચાલને થોડું જીવી લઉં...
~~ તમન્ના ~~