. 🤔 *એમ પણ બને* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
કોઈના માટે આપણે લડીએ,
કોઈના પર વધારે ભરોસો મૂકીએ,
*તો એ મૂકી ચાલે,એમ પણ બને* ?
સાચી લાગણી એના પર રાખીએ,
એમના શિવાય વિશ્વાસ ક્યાંય ના રાખીએ,
*છતાં ખોટા સમજે,એમ પણ બને* ?
એકનાએક સબંધમાં એનું સારું જોવાનું રાખીએ,
ખરાબ એનું જોતા,દિલના ટુકડા આપણા કરીએ,
*તોયે મૂકીને ચાલે, એમ પણ બને* ?
સમજાવી થાકતા છતાં સમજાવીએ,
છે આપણું એ વાતને સ્વીકારીએ,
*છતાં પરાયા સમજે,એમ પણ બને* ?
આત્માથી જેનો સ્વીકાર કરીએ,
પ્રેમ માત્ર એક ત્યાં જ નિભાવીએ,
*છતાં એનો સાથ સ્વપ્ન રહે,એમ પણ બને* ?
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD