વન ઉપવન જાણે કે કોર્યાં તારી બંસરીના નાદે.
પશુપંખી, મનુજ મન મોહ્યાં તારી બંસરીના નાદે.
દૂધ ધેનુંના આપોઆપ શિવલિંગે થયાં અભિષેક,
તે' દિ ભોળાનાથ હરખ્યા તારી બંસરીના નાદે.
રહી ના શાનભાનને ગોપીઓ દોડી ઘરને મેલીને,
રાધાના ઉરે શ્યામ પ્રગટ્યા તારી બંસરીના નાદે.
પ્રાણ ફૂક્યા તે પૂર્ણ પુરુષોતમ કેવા જળ થંભ્યાં,
વામઅંગ રાધારાણીનાં ફરક્યાં તારી બંસરીના નાદે.
છૂટ્યાં ધ્યાન ૠષિમુનિ જોગીજતિને સાધકતણાં,
સુણી મોરલી એ પણ મરક્યાં તારી બંસરીના નાદે.
ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.