Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અદ્રશ્ય વીજપ્રવાહની જેમ વહે છે લાગણી.
ઉરના મનોભાવને નયનથકી કહે છે લાગણી.

એક પ્રકારનું જોડાણ છે પારસ્પરિક ઊભયનું,
બાકી ઘવાતાં કેટકેટલું અંતરે સહે છે લાગણી.

ગણતરીની દુનિયા અહીં થાય છે સાવ પૂરીને,
સમર્પણની બુનિયાદે ઉરમાં એ રહે છે લાગણી.

બને છે મન બેકાબૂને કૈંક હરાયાંની પ્રતીતિ હો,
ઈશ જેવો ઈશ પણ આખરે તો ગ્રહે છે લાગણી.

હોય છે ઉચિત એને ભાષા અશ્રુ તણી આખરે,
જુદાઈના વખતમાં કેટલી એ તરફડે છે લાગણી.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111302999
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now