એ જિંદગી હવે તારાથી થાક લાગ્યો છે..
એ જિંદગી હવે પોતાના થી થાક લાગ્યો છે..
લાઇ જા મને દૂર આ જિંદગી થી..
એકાંત માં એ અહેસાસ હવે જાગ્યો છે..
જિંદગી ના રીતી રિવાજો નિભાવી ને હવે થાક લાગ્યો છે..
સબંધો ની માયા જાળ માં દિલ ને ફસાવી ને હવે થાક લાગ્યો છે..
જિંદગી ની બધી જ મોહ માયા ઓ થી હવે થાક લાગ્યો છે..
રાત્રી ના અંધકાર ના એ ઉજગરાઓ થી હવે થાક લાગ્યો છે..
જિંદગી જીવવા માટે ની એ દિવસ ભર ની એ દોડ ધામ થી હવે થાક લાગ્યો છે...
સંધ્યા ના એકાંત માં કુદરત ના ખોળે બેસી સંસ્મરણો તાજા કરવાનો ભાવ જાગ્યો છે..
એ જિંદગી....હવે તારાથી થાક લાગ્યો છે..
એ જિંદગી...હવે ખુદ થી પણ થાક લાગ્યો છે..
-Vish..