સ્ત્રી કમજોર નથી...
----------------------------
હું કોઈ ની દીકરી છું...
હું બહેન પણ છું...
હું પત્ની પણ છું...
હું ભાભી પણ છું....
હું નણંદ પણ છું...
હું દેરાણી પણ છું...
હું જેઠાણી પણ છું...
હું એક મા પણ છું...
અરે હું કેમ એક સ્રી છું???
આ બળાત્કારી દરિદ્ર ની વચ્ચે એક સ્ત્રી નો જન્મ જ કેવીરીતે થઇ શક્યો...
કોઈની હવસ નો શિકાર બીજાની બહેન, દીકરી, પત્ની કે માતા કેમ બને છે???
સમાજમાં જાગૃતિ લાવવા માટે સ્ત્રીભ્રૂણહત્યા નાં કાર્યક્રમો યોજાય છે... તો આ દરિદ્રો માટે કોઈ સજા નથી... એ સમયે એક ટ્વિટર, ફેસબુક ને whatsapp નો બસ એક પોસ્ટ જ...
ખબર હોવા છતાં કે આજ વ્યક્તિ છે તો કેમ તેને ત્યાંજ જ સજા આપવામાં નથી આવતી... કોની રાહ દેખાય છે. બળાત્કારી બળાત્કાર કરતી વખતે તો કોઈની રાહ નથી દેખતો...
શું એક દીકરી બની ને આ સુંદર દુનિયામાં આવવું ગુનો બની ગયો છે??? જો દીકરા આવા હોય તો એના કરતા 10 દીકરીઓ સારી...
એ બળાત્કારી... સંભાળ તું... તું જે નો બળાત્કાર કરે છે. એ એક સ્ત્રી છે. જેવી રીતે તારા ઘરમાં તારી મા ને બહેન છે... તું કોઈ સ્ત્રી ને કમજોર નાં સમજ બળત્કારી... સ્ત્રી શક્તિ નું પ્રતીક છે. નથી બોલતી તો ફક્ત સમાજ નાં બીક થી. કે તેના પરિવારજનો ને નીચે માથું નાં ઝુકાવું પડે... પણ કોઈ સ્ત્રી કમજોર નથી..
- માર્ગી પટેલ
અમદાવાદ