હંમેશા સત્યની રાહમાં ચાલનારને જ કંટક મળે,
શા માટે એક સ્ત્રી દબાતી રહે અત્યાચાર તળે?
સમજ્યાં હતાં જેને પોતાનાં એજ છળી જાય છે,
નિજ સ્વાર્થ સંતોષતાં માણસો કેવાં છીછરાં નીકળે.
મારાં કવન થકી કરતી રહી માઁ સરસ્વતીની પૂજા,
લોક અદેખાઈમાં મારાં અસ્તિત્વ સમ ગઝલ બળે.
શું કામ આપવાં પ્રમાણ દુનિયાને પ્રમાણિકતાનાં,
લાગણીઓનાં નામે અહીં જોને કેવાં હૃદય છળે.
ના છૂટશે સાથ છેવટ સુધી મારી કલમ-કાગળનો,
માંગુ હું ઈશ પાસે કે આ પ્રાર્થના મારી મુજને ફળે.
તરૂ મિસ્ત્રી....(સુરત)