જયારે કોઈ ન હોય ત્યારે મને સાંભળનાર તું હોય છે , મને ખોળો આપનાર પણ તું જ હોય છે , જયારે બધું જ ધુંધળૂં થઇ પડે ત્યારે મને સંભાળનાર પણ તું જ હોય છે. મારા અસ્તિત્વનું બધું જ તું ગ્રહી લે છે. હું હંમેશા શબ્દોની તલાશમાં લાગ્યા કરતો પણ તને મારુ મૌન સમજાય છે. તારા દરેક ખૂણે કે મારી ચોપાસે હું જયારે પણ જોવું છું ત્યારે તું મને સંપૂર્ણ ગ્રહી શકતો જોઈ શકું છું. મને તારી પાસેથી સમજાય છે સમર્પણ અને અઢળક એવો સ્નેહ.મારે ક્યારેય પણ તારું આલેખન કરવું હશે તો મારી પાસે શબ્દો નહિ હોય , મારી પાસે હશે એક ભીંજાયેલો ખૂણો આંખની દીવાલમાં લીલાશ બનીને ઉભરાઈ આવેલું કૈક.