આપણી જિંદગી સોશ્યલ મીડિયા પર એ હદે સમાઇ ગઇ છે જાણે આપણે આપણા જીવનનો સારાંશ જીવતા હોઈએ સોશ્યલ મીડિયા પર એવું લાગે છે.સોશ્યલ મીડિયાના આવિષ્કાર બાદ આપણી પાસે આપણને અભિવ્યક્ત કરવાના કેટલા બધા વિકલ્પો વધી ગયા છીએ.પણ શું આપણે ક્યારેય વિચાર્યું કે આ બધાની સાથે આપણે કેટલા એકલા પડતાં જઈએ છીએ? આપણે અભિવ્યક્ત તો કરી નાખીએ છીએ પણ જ્યારે રડવું હશે ત્યારે એ રૂદનને ક્યાં અને કોની પાસે વ્યક્ત કરશું એના માટે તો અંગત જ જોઈએ કારણ કે રડવાનું વ્યક્ત કરવાનુ એ હજુ પણ ઇમોજી સુધી જ સીમિત છે.આપણે આપણી જાતને વ્યક્ત તો ગમે ત્યાં કરીશું ને તો ચાલશે, પણ રૂદન માટે તો કોઈ ખાસ દોસ્ત-યાર, કોઈ ખાસ સંબંધ જ જોઈએ કારણ કે આપણે બધાની સામે રડી નથી શકતા.આપણને મહસૂસ થાય છે, આપણે આપણા ભૂતકાળના અનુભવો પ્રમાણે કાં તો હાલની પરિસ્થિતિ પ્રમાણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા હોઈએ છીએ.આથી જ કહું છું કે સોશ્યલ મીડિયા એ આપણને આપણા જીવનનો સારાંશ જિવાડે છે!!