એક મુસાફર જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો . તેને કકડીને ભૂખ લાગી હતી . ભૂખથી બેહાલ બની ગયો હતો . એવામાં તેની નજર એક ગુફા ઉપર પડી . ત્યાં એક મહાત્મા ખોરાક આરોગી રહ્યા હતા . પેલો વ્યક્તિ ત્યાં ગયો . તે જોઈને મહાત્મા કહે છે , તું ભાઈ , થાકી ગયેલો લાગે છે . તને ભૂખ લાગી હોય તેમ જણાય છે . પેલા મુસાફરે જમવાનું માગ્યું . પેલા મહાત્મા ખોપરીમાં ખાતા હતા . તે જોઈને મુસાફર સૂગ અનુભવે છે . તે મહારાજ કહે છે કે , આ ખોપરીને રોજ સાફ કરું છું , છતાં પેલો મુસાફર પોતાની વાત ઉપર અડગ રહે છે . ત્યારે તે સંત બોલે છે , ભાઈ , જે ખોપરી તારા માથા પર છે તેમાં સૂગ આવે એવું કેટલુંય પડયું છે . કામ , ક્રોધ , મોહ , માયા , નિંદા , ઈર્ષા , વેરઝેરરૂપી કીડાઓ તેમાં ખદબદે છે . એ ખોપરી દિન - રાત માથે રાખતા તને સૂગ નથી લાગતી ?
"મુસાફર શું બોલે ?"
~વિશાલ ધડુક