જન્મ્યા છીએ તો જીવીશું , જીવીશું તો જીવંત રહેવા મથીશું . . .
જીવંત રહેવા હરીશું , ફરીશું , વાંચીશું , નાચીશું , કૂદીશું , બાંધીશું , છોડીશું , બકબક કરીશું , મૌન ધરીશું , જતું કરીશું , ગાંઠે વળગાડીશું , જણીશું , ઉધામા કરીશું , ડહાપણ છાંટીશું , અહમ કરીશું , હસીશું , રડીશું , ઊઠીશું
અને છેલ્લે . . . છેલ્લે . . . પથારીમાં પડીશું . . . કાયમ મૌન ધરીશું . . . આવ્યા તેનો આનંદ અને જતા રહ્યા તેનો પરમ આનંદ ! !