આજ સવારથી કંઈ કામ કરવાનો, લખવાનો કે કોઈની સાથે વાત કરવાનો પણ મૂડ નથી!
વારે વારે મારો કાનુડો દેખાઈ જાય છે આંખો આગળ એ જ એનું મોહક સ્મિત લઈને...અને મને થાય છે નક્કી એ કંઈ ઉથલપાથલ કરવાના મૂડમાં છે...?
કોઈ વખત, કોઈ કામ જો મારું બીજા બધાની જેમ શાંતિથી પતી જાય તો એને ગમે જ નહિ! લટકાવે, ટટળાવે, ભડકાવે, ભટકાવે... ક્યારેક બધાની આગળ હાંસીપાત્ર સ્થિતિમાં પણ મૂકી દે... હું અકળાઇ જાઉં, ગુસ્સે ભરાઇને નક્કી કરી લઉં કે જા હવે કદી આ કામ નહિ જ કરું અને ખરેખર એ કામ છોડી દઉં એ પછી એવા સંજોગ ઊભા કરે કે મારે પરાણે પણ એ કામ કરવું જ પડે...!
આ બધું જ છતાં એક વાત છે...જેટલી વધારે અકળાવે એટલું જ મસ્ત પરિણામ પણ આપી જાણે છે મારો વ્હાલો...એમનેમ હું થોડી એની દિવાની છું...?
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?