Deepak Sharma:
પળેપળનો બદલાવ જોયા કરું છું, ધરા શું, ગગન શું, સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં, ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું, કદી કાફલો છે;
મળી મહેફિલો તો મેં માણી લીધી છે, સવાલો, જવાબો, સમસ્યા વળી શું?
નથી કોઇ મંઝિલ, નથી કોઇ રસ્તો, ચરણને મળ્યું છે સતત ચાલવાનું;
કદી થાક લાગે તો થોભી જવાનું, ઉતારા વિશેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે, સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે;
અને મૌનને પણ હું સુણ્યા કરું છું, અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકો ને વ્યવહાર છોડી, ઉઘાડા જ મેં દ્વાર રાખી મૂકયાં છે,
ભલે કોઇ અણજાણ આવે અતિથિ, પ્રતીક્ષા વળી શું, ટકોરા વળી શું?
ના પૂછો, કે ત્યાં તો કેવી થઈ ગઈ,
ઘટના ઘરની જોયા જેવી થઈ ગઈ.
વાટે - હાટે સૌને પજવ્યાં કરતી,
ભટકી રહેંલી ડાકણ દેવી થઈ ગઈ.
ચાંચિયાઓ કૈંક વિચારે પહેંલા,
એની અડખે - પડખે નેવી થઈ ગઈ.
ગમતાં ઠેકાણે પરણાવી, તો પણ
અંદરની એ લાય બનેવી થઈ ગઈ.
ભાર ઉપાડીને કેમ કરી ફરવું?
ઈચ્છાઓ એની બહુ હેવી થઈ ગઈ.