Gujarati Quote in Poem by Upendrasinh Zala

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહી દો ગોકુળ ના ગોવાળીયા નો કે તમારી સાથે હસતો ખેલ તો હવે નહીં આવે,
અને હા

કહેજો પેલી પણહારી ને કે ચિંતા ના કરે કે મટકી નો ફોડનાર નહીં આવે.

કહેજો પેલા કુરુક્ષેત્રના મેદાનમાં લડનાર પાર્થ ને જાતે જ લડી કેમ કે પોતાના મુખારવિંદ માંથી ગીતાનું માધુર્ય વરસાવવા માટે માધવ નહીં આવે

કહેજો પેલા સુદામા ને કે હવે તાંદુર કોના માટે લઈ જશો , પોતાનું સિંહાસન છોડીને દોડતો મિત્ર બીજો કોઈ નહિ આવે.

કહેજો સર્વે લોક ને કે આંશુ ટીપા ગણવાનું બંધ કરી ને નદીઓ વહાવી દે પ્રેમ રૂપી અશ્રુઓની પછી જોજો એમાં વહેતા વિઠ્ઠલ કેમ ના આવે .?

ઉપેન્દ્રસિંહ ઝાલા

Gujarati Poem by Upendrasinh Zala : 111280264
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now