Micro story
?"વલ્લભ વિચાર"?
સાઇકલની ધીમી ગતિની માફક સવજીને વિચારો આવતા રહ્યા.
"આજે મોટી સોકરીને નિહાળેથી ઉતારી લેવી સે. નાનો ભોલીયો ભલે જાતો. આમેય લગન-બગન પસી આપડી હારે કાં રે'વાની સે ? ભોલીયાનો ખરસો લેખે રે'શે..."
સવજીના વિચારોનો છેડો શાળાના દ્વાર સુધી લંબાયો....
આ સમયે એક વાલી તેની વ્હાલી દીકરીને દફતર સોંપીને બોલ્યો:
" જો જે બેટા, તારે ખૂ..બ.. ખૂ..બ.. ભણવાનું છે. પછી તું તારાં નાનકડા ભઈલાને ભણાવજે."
આ દ્રશ્ય નિહાળી સવજી એક "વલ્લભ વિચાર" સાથે પાછો ફર્યો...!!!
" હું બે કલાક કામે વે'લા ચડીશ
પણ
મારી સોકરીને નિહાળેથી વે'લા નઇ ઉતારુ"
એક શબ્દ સ્મૃતિ.....
આજે 31 મી ઑક્ટોબર.
શ્રી વલ્લભભાઈપટેલનો જન્મ દિવસ છે. એ અંતર્ગત આ સ્ટોરીમા એક નવલો શબ્દ મૂકયો છે. શબ્દ સ્મૃતિ માટે.
"વલ્લભ વિચાર"="મક્કમ નિર્ધાર"
કેટલાક વાલીઓ તેણીને નજીવા/ફાલતુ કારણ આપી શાળા છોડાવે છે....!!!
આ રોગના ઇલાજ માટે ઉપરોક્ત "વલ્લભ વિચાર"
શ્રી વલ્લભભાઈ પટેલ દ્વારા એવા સર્વ વાલીઓને પ્રેરણા સ્ત્રોત બની અર્પતા રહે ( ઇલાજ કરતા રહે) એવી અભ્યર્થના...
? લે.નરેન્દ્ર જોષી.