Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાર વર્ષથી મારો એક વિચાર સમાજમાં વહેતો થયો છે.
"ખરેખર આજે ધન તેરસ છે કે ધન તરસ"
ઘણાં લોકોએ એમાં પ્રત્યુત્તર આપતાં રહે છે. દર વર્ષે ધનતેરસના દિવસે મારા નામ વિના પણ હવે લોકો પોસ્ટ કરે છે.

વિચાર ખુબ નાનો હતો પણ કેટલાય લોકો ના મન સુધી મારી વાત પહોંચી.. એ જાણી આનંદ થયો... ઘણા ગ્રુપમાં મેં આ વાત મૂકી અને એના પ્રત્યુત્તર પણ મળ્યા....
મોટા ભાગના લોકોએ ધન તરસને સાચું ઠેરવ્યું...
શું માણસ માટે ધન જ સર્વસ્વ છે... કેટલી ઝંખના માણસને છે ધન પ્રાપ્તિની.. હરપળ હરક્ષણ માણસ ધન કેવી રીતે પ્રાપ્ત કરવું એજ વિચાર્યા કરે છે... દુનિયાના મોટા ભાગના સંબંધો હવે પૈસાથી જ ચાલતા થઇ ગયા છે... એટલે જ કદાચ પહેલા કહેવાતું હશે...
નાણાં વગર નો નાથીયો, નાણે નાથાલાલ
પૈસો માણસ પાસે કેવી કેવી વેઠ કરાવે છે.. તે ખબર પડી ગઈ... પૈસા વગર કોઈ કોઈને પૂછતું નથી... પૈસા હોય તો માણસને ઈજ્જત ફ્રીમાં મળે છે... વાહ !.. શું દુનિયા છે ?
પણ...
પેલા ગરીબ માણસનું શું... એ કેવી રીતે પોતાનું માન સન્માન જાળવે ? એની ઈજ્જત તો પેલા ઘર માં પડેલા dustbin જેવી... જેની જરૂરિયાત તો બધાને છે, પરંતુ તેની કદર કોઈને નહિ... દિવાળીમાં 4 જોડી ઘરમાં પડેલા કપડાં, થોડું વધ્યું ઘટ્યું ખાવાનું એક ગરીબને આપી દીધૂ એટલે તમે પુણ્યશાળી બની ગયા એમ હવે મનાતું થઇ ગયું છે.. પણ એક ગરીબની હાલત.. એના મનમાં શું છે.. એ તમને શું કહેવા માંગે છે એ આ દુનિયામાં કોઈને ચિંતા નથી...
હશે...હવે.. ગરીબનું ગરીબ જાણે અને પૈસાદારનું એ જાણે... આપડે શું ? આપડે તો મિડલ કલાસ માં જીવવા વાળા.. આપણે એ બધું વિચારવા જઇયે તો મેર ના પડે ભાઈ... એવું કહીને હાથ છોડાવવા વાળા લખો લોકો દુનિયામાં છે... પણ ખરાદિલથી મારી આ વાત વિચારી જોજો... તમને દુઃખ થાય તો ચોક્ક્સ હજુ તમારા દિલમાં એક ભાવના જાગૃત છે...
મારો આ વિચાર કોઈને દુઃખ પહોંચાડવાનો કે કોઈની લાગણીને દુભાવવા માટે નથી, મારા મત પ્રમાણે આ હકીકત દુનિયામાં ચાલી રહી છે.. જે આજે મેં જોઈ અને અનુભવી... એટલે લખ્યું...બાકી..
જ્યા સુધી મનમાં ધન તરસ છે ત્યાં સુધી ધનતેરસ ની પૂજા નું કોઈ મહત્વ નથી..

#નીરવ_પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111278501
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now