ગઝલ / ડરીને
નીકળી રહ્યા છે પગલા, ઘરથી ડરી ડરીને,
માનવ જીવી રહ્યો છે જાંણે મરી મરીને.
આંખો મળી ગઈ છે , નિંદર ઊડી ગઈ છે,
ઈચ્છાનો અંત આવ્યો, તારા ગણી ગણીને.
રસ્તો જડી ન શક્યો, રાતોમાં માનવીને,
માણસગીરીના નામે પુસ્તક લખી લખીને.
આવ્યો'તો રાઈ જેવો અપરાધ જીંદગીમાં,
મોટો અમે જ કર્યો , એને હસી હસીને.
સોડાની બોટલો શા , મળ્યા'તા કામ કરવા,
ઊંઘી ગયા પછી તો , ચર્ચા કરી કરીને.
સિદ્દીકભરૂચી