ગઝલ/જશે
ફૂલશે ફૂગ્ગો , પછી ફૂટી જશે,
આદમી છે શબ્દથી તૂટી જશે.
સાત સાગર પાર કરશે પણ કદી,
જ્યાં કિનારો આવતાં ડૂબી જશે.
ચાહશે તો " પ્રેમથી" હારી જઈશ,
દોસ્ત, મુજને એમ તુ જીતી જશે.
ખુરશીઓ એવું કહે છે પ્રશ્નને,
આપશો લાલચ તો એ ઊંઘી જશે.
આંધીઓ એક વય સુધી હંફાવશે,
કાલ એનો પણ નશો ઉતરી જશે.
શોશયલ મિડીયાનું ભૂખ્યું પેટ છે,
વાઇરલ થઇ ને ખબર આવી જશે.
આજ જે નકશો જુએ છે ગામનો,
કાલ સીકલ જોઈને થ્રીજી જશે.
દાસ "સિદ્દીક" તુ પ્રસિદ્ધિનો નથી,
જે તને ભણશે તરત જાંણી જશે.
સિદ્દીકભરૂચી.