Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરવા ચોથ પર પત્ની પતિ માટે વ્રત રાખે છે, ત્યારે પતિએ નિભાવવાના સાત વચનો ખબર છે?

મને આજે જ ખબર પડી...વાયા દિવ્યભાસ્કર!

૧) પતિ-પત્ની દરેક વ્રત-ઉપવાસ, ધર્મકાર્ય સાથે કરશે. તીર્થયાત્રા અને પ્રવાસ પણ સાથે સાથે.

૨) બન્ને એકમેકના માતાપિતાનો આદર કરશે. પતિ પત્નીના પરિવારનું પણ ધ્યાન રાખશે.

૩) પતિ આજીવન દરેક ઉંમર અને સ્થિતિમાં પત્નીની રક્ષા કરશે, એનું ધ્યાન રાખશે.

૪) પતિ પરિવારની તમામ જરૂરિયાત સમજશે અને પોતાના ખભા ઉપર લેશે.

૫) ઘરના કામ હોય કે કોઈને ભેંટ આપવાની હોય પતિ ખર્ચ કરતી વખતે પત્ની સાથે વાત કરશે.

૬) પત્નીનું પરીચિતો, સહેલીઓ સામે અપમાન નહિ કરે. જુગાર અને નશાથી દૂર રહેશે.

૭)પત્ની સિવાય કોઈ પરસ્ત્રી સાથે પ્રેમ સંબંધ નહિ રાખે. પરસ્ત્રી ને માતા સમાન ગણશે.

મને બહુ નવાઈ લાગી રહી છે પણ મારા પતિ શ્રી અહીંયા લખેલા દરેક વચન નિભાવી રહ્યાં છે... આજ સુધી મેં આવું ક્યારેય વિચાર્યું જ નહતું આજે આ નિયમ વાંચ્યા એટલે ખયાલ આવ્યો કે અમારા સુખી લગ્નજીવન પાછળ પતિદેવનો પણ આટલો ફાળો તો ખરો..!

ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે કે, એ છે એટલે એમના સંસારનું ગાડું ગબડે રાખે છે, એણે બહુ બધા ત્યાગ કર્યા છે, જવાબદારી નિભાવી, આખા ઘરનો ઢસરડો કર્યો, વગેરે વગેરે.... ત્યારે એમણે એકવાર વિચાર જરૂર કરવો કે એમના પતિદેવ આ સાત વચનો નિભાવી રહ્યા છે કે નહિ? જો જવાબ “હા" હોય તો ખુશ રહો યાર...લાઇફમાં બીજું શું જોઈએ...?

ટુંકમાં એકલી સ્ત્રી કે એકલો પુરુષ ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માટે જવાબદાર નથી હોતો... બન્નેની સમજણ જ કારણભૂત હોય!

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?
#નિયતી
#niyati

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111272459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now