○કવિતા અને કવિતા
●ગોહિલ હેતલ ચૌહાણ
પંખીની પાંખનું તુટવું શું છે ?
આંખોમાં આંસુનું આવવું શું છે?
હોય મનનું આંગણ જો ખાલી;
તેમાં યાદોંનું વરસવું શું છે ?
દરિયો, હોડી, નદી, હલ્લેસા;
મધદરિયે ડૂબવું શું છે ?
●
ખાલી ખાલી દર્દ આપ્યું;
રહેવાને તે ડર આપ્યું;
સાચું કહેજે આંખોમાં,
સુનું સુનું રણ આપ્યું.
એક સામટું સપનાઓનું;
રુપે રંગે મઢેલું ધણ આપ્યું.
શ્વાસોમાં તે છલકી છલકી;
તારી યાદોનું ગણ આપ્યું.!
●
સમય સાથે બહુ કામ ન લેવું,
વાત વાતમાં એનું બહુ નામ ન લેવું.
●
એક જાત વગરનું ઘર છે;
તેમાં જાત વગરનાં માણસ રે',
એક જ રંગે રંગાયેલા;
તેમાં રાગ વગરનાં માણસ રે'.
●
રોજ રોજ કહેતા હતા,
રોજ રોજ વહેતા હતાં.
નયનમાં આંસુ બની;
ઝાકળ જેમ ખરતા હતાં.
●
હવે વાત કરવાનો અવસર રહ્યો નથી;
ને મારી પાસે સમય પણ રહ્યો નથી.
●
સવાલ જવાબ પુછી લીધાં;
આંખોના પૂર લૂછી લીધાં;
દોસ્ત, તારો રસ્તો.... અલ્લવિદા!
સામે મળ્યા તો પહાડ માની પુજી લીધાં.
એક પંખીની તોડી લૈં ને પાંખ;
તમે સાત દરિયા કુદી લીધાં.
ભલે, રડે સામે પાર કોઈનોય સાદ;
તારે સારું તારા રસ્તા પુછી લીધા.
આંખોમાં વસી, હૈયેથી રમાડી લીધાં;
નજરે પણ નજરનાં બધાં દાવ શીખી લીધાં.
●
●ગોહિલ હેતલ ચૌહાણ