ક્યારેક થાય છે કે....
ખરેખર મારામાં સંવેદનશીલતા જીવંત છે?
કે સંવેદનશીલ હોવાનો આ માત્ર દંભ છે.
કારણકે,,,,,,,,,
કદી,,,,,,,
ક્યારેક,,,,,
કોઈનું મૌન ખળભળાવી જાય છે.
તો કદી, આંખમાં સાવ જ સન્નાટો ભરી જાય છે.
કોક દિ',,,,,,,
કદી,,,,,,
આ મન, વિચારોનું અડાબીડ વન છે.
તો કદી, સાવ શૂન્યમનસ્ક છે.
કાં તો,,,,,
કદી,,,,
અને આ કદી,,, ક્યારેક નો અંત જ નથી,,,
તૂટવામાં હવે ક્યાં કશું બાકી છે.
આંખોની તરસ ને શોધ, શ્યામ નામક સાકીની છે.
?બીના..."રુહ"?