Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આરાધના પાંચમું નોરતું* લેખ.... 3-10-2019

આજનો દિવસ એ નવપદ આરાધના નો પાંચમો દિવસ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે...
આજનું પાંચમું નોરતું શ્રી સ્કનદ માતાજી નું છે....
" જે નિત્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, જેમના બંને હસ્તમાં કમળો શોભી રહ્યા છે, તે યશસ્વીની સ્કનદ માતા દુર્ગા દેવી સૌ માટે કલ્યાણદાયિની હો "..
અનુશાસન અને મનના વિકારોને જીતનાર જ જગતને સાચો રાહ ચીંધી શકે છે એવા સાધુ,સંતો,સતીઓ ના પાવન ચરણોમાં ભાવના સભર વંદના... જે કોઈ સાધુ ભગવંતો, ગુરુજનો ભગવાન અને માતાજી ને સમર્પિત છે. સન્મુખ છે. પછી એ કોઈ પણ ધર્મના હોય, પંથના હોય, સમુદાયના હોય એ આપણા માટે સદા સર્વદા વંદનીય અને પૂજનીય, આદરણીય છે. બહું જ ધ્યાન માંગી લે એવો શબ્દ છે " ૐ "
મારી તમારી માન્યતાના ચોકઠામાં પૂરાયેલ નહીં... પણ " ૐ " એટલે બધા જ સાધુ ભગવંતો જેઓ પરમાત્મા ને પંથે ગતિશીલ છે એ તમામ માટે ઓમકાર જ પ્રયોગશીલ શબ્દ છે જે જરૂરી છે.... સાધના કરે તે સાધુ.. શ્રમ કરે કષ્ટો દૂર કરવા પરિશ્રમ કરે તે શ્રમણ... મૌનના મહાસાગરમાં ડૂબકી મારી ડૂબી જાય તે મુનિ....
"ઝંખનાઓના ઝાળાને જલાવી દે.
કામનાઓની ભીનાશને શોષી લે " એ જ સાચા અને સર્મથ સદગુરુ.... માતાજી ની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અને અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા નો અંધકાર ઓગાળી દઈએ.... એ જ આજના દિવસનો સંદેશ છે...
જય માતાજી....
ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111265035
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now