જન્મભૂમિ.
આત્મ ચિંતન નું એક સ્થાન એટલે જન્મભૂમિ.
કલ્પના. સ્વપ્ન. ઈચ્છા. આનંદ. સંકલ્પ
આવસ્ક્ત કરતા વધારે મેળવાની ચાહ માં એટલી ગતિસીલ જીવન થોડું ધીમું પડે ત્યારે સમજવુ કે જન્મભૂમિ ની અનુભૂતિ છે
અખૂટ પ્રેમ લાગણી સંબંધો ની અનેરી યાદો પોતાના આંખની સામે ફરીથી બાળપણ દ્રસ્યો જીવંત થાય એ શાળા એજ મંદિર એજ મેદાન એજ મિત્રો પણ ક્યાંક કંઈક ખૂટે છે.
આજે બાળપણ ના મિત્રો મળે છે પણ સાલી વાત ચિત્ત માં એ નાનપણ ની મીઢાસ નથી.
પેલા તો શાળા એ જતીવખતે રસ્તા માં ભેગા થઇ ને એક ભીજા અંદરોઅંદર પુછાતા કે લેસન થઇ ગયું તારે.?
અને એમાંથી એકાદ મિત્ર ના પડે કે ના મારે નથી થયું અને પછી બીજા મિત્રો મનમાં ને મનમાં એ મિત્ર ને શિક્ષક પાસેથી એ પ્રસાદી લેતા દ્રસ્યો સ્મૃતિ પર જોઈ ને જે આનંદ આવતો.
એ આનંદ આજે કદાચ ના મળે.
હાલ તો બસ એકજ વસ્તુ ચાલે છે.
શુ કરે છે તું.?
બસ પૈસા અને ધન થીજ મિત્રોને આગળ કે પાછળ ગણવા કે સફળ કે નિષ્ફળ ગણવા.
શુ માત્ર ધન અર્જિત કરવા માટેજ જન્મ મળિયો.?
કદાચ હા..
પણ જન્મભૂમિ ના રૂણ ક્યારે ચુકવીસુ.?
આજે બધાને મારું ઘર અને મારો પરિવાર બસ આના સિવાય કોઈ બીજું દેખાતુંજ નથી