ગઝલ / હલાવીએં
જો બોલવું ન હોય તો માથું હલાવીએં,
કેમે કરીને આપણે ઉત્તર તો આપીએં.
એ દુશ્મનોને દોસ્તોનું નામ આપવા,
દિલને નહિં પણ ટેવથી માઠું લગાડીએં.
સ્વાગત પછી નહિં રહે ફૂલોની કિંમતો,
એક શે'રથી મ્હેમાનની કિર્તી વધારીએં.
કઠપૂતળી સમાન અમે મીડીયા બની,
શીખી લીધું સમાજમાં બસ જૂઠ બોલીએ.
સામે મળીને દોસ્તો, શરમાવ્વું પડે,
બે હાથ ના મળે તો હ્રદયને મીલાવીએં.
બ્હેરા થયા છે કાન સિયાસતનીભીંતના,
ધીમેથી ના સુણે તો જરા મોટે બોલીએ.
મારાજ નામ જેવો વિચારે છે મુજ વિશે,
પંખી વધુ ઉડે છે તો પર એના કાપીએં.
સિદ્દીકભરૂચી.