ટૂંકી વાર્તા
ઈર્ષા,
રોમિલ નાનપણ થીજ હા જ્યારથી શાળા મા ભણતો ત્યારથી જ મીરા ને ચાહતો. આમેય તેના સુંદર ચહેરા પર શહેરની બધી છોકરીઓ
મરતી.મીરા રૂપાળી નહિ પણ આકર્ષિત ચહેરો ધરાવતી પણ મક્કમ મન ની ચંચળ હરણી જેવી હતી.હંમેશા આગળ ભણવાનો શોખ ધરાવતી.ક્યારેક રોમિલ સાથે ને બીજા યુવકો સાથે બોલતી.શાળા ના દિવસો હવે પૂરા થવાના એ બધા જ માટે જુદા થવાના દિવસો હતા. કોલેજ નું આકર્ષણ બધાને હતું .મીરા માટે રોમિલ બધા સાથે ઝઘડતો.ઘણીવાર લોકો બન્ને ને સાથે જોતા ચિડવતા પણ સ્થિતપ્રજ્ઞ મીરા ક્યારેય વિચલિત ન થતી.
સમય જતા બધા વિખરાયા ને કોલેજ મા નવી નવી ઓળખાણ થતા મીરાના જીવનમાં અનેક મિત્રો ને સખીઓ સાથે ઉઠકબેઠક સરૂ થઈ.વિશાળ દુનિયાના પરિચય મા આવતા મીરા નું ભણતર ગણતર ને મા બાપ ના સંસ્કાર નું તેજ ઉમેરાતું ગયું .ખૂબ વાંચન ને કારણે મીરાના વિચારો મા પણ વિશાળતા હતી.
મીરા ના લગ્ન ની વાતો ચાલીને તેણે મોટા શહેરને આવકાર્યું હતું કે અહિ જીવનની ઘણી બધી રીતે એ આગળ વધી શકશે.જીવન મા ઘણા અરમાનો સાથે આવેલી મીરા હવે સંસાર મા પડી ગઈ ને ભણતર નો ઉપયોગ પોતાના બાળકો ને અને ગરીબો ના બાળકો ને ભણાવા મા કરવા લાગી. સંસારિયા નો તેમાં સાથ મળ્યો,પતિ મિત્ર સમાન હતા..સંસાર ચાલતો હતો ત્યા કુદરતને ઈર્ષા આવી ને પતિ નું મૃત્યુ થયું .મીરા ઘરમાં રહી જ્ઞાન ને જેટલું વહેંચી સકાતુ વહેંચતી .
અચાનક એકવાર તે ઋષિકેશ ફરવા ગઈ અનેક આશ્રમો જોયા.ગંગાકિનારે બેઠી હતી
પવનની એક લહરખી જૂદો જ સ્પર્શ કરી ગઈ સમજી ન સકી ...ત્યા તટ પર એક અનોખા તેજ થી ચમકતા ચહેરાને જોતી રહી ..હૈયાને ટંટોળી પૂછી બેઠી કેમ સ્પર્શે છે આ પવન ? કોઈ અતિ નજીકની મિઠાસ છે..જાણે કહી રહી છે..”હુ તને ઓળખું છુ ,પણ તુ હજુ પણ મને ન ઓળખી શકી”
તેજસ્વી પુરૂષ બીજું કોઈ નહિ રોમિલ હતો! જીવન ના આ મોડ પર અહીં મળી જશે એ કલ્પના પણ નહોતી. ન પૂછી સકી પણ રોમિલ ના એક જવાબે તે હાલી ગઈ..”ઈર્ષા”!
હા રોમિલને મીરા ના તરછોડવાની ઈર્ષા એ તે હિમાલય ના પંથે વળ્યો ને એને ગુરૂ નિત્યાનંદ નો સાથ મળ્યો . અત્યારે તે જીવન મા તેશ્રેષ્ઠ યોગસાધના નો ઊપાસક છે.ઈર્ષાએ જીવન ને સુધારી દીધું છે.
મીરા પ્રથમ વખત રોમિલના સાચા પ્રેમમાં પડી.
શ્રી
૩/૧૨/૧૭