છોકરાઓ ના કેરિયર બનાવવા માટે મા બાપ એટલા તો ગાંડા થઈ ચૂક્યા છે કે જીવતા ભૂલી ગયા છે જે તેમને અંતમાં નડશે. છોકરાને ફૂલ ડે સ્કૂલો, ટ્યુશનો પછી કેટ મેટ ને સેટ જેવી પરીક્ષાઓ ની દોડ, ડૉક્ટર એન્જિનિયર બનાવવા પોતાનાથી દૂર કરી દે છે પછી તેને સારી જોબ મળે એટલે તે વધારે દૂર ચાલ્યો જાય છે, આમાં મા બાપ આખરમા એકલા મરે તો વાક તો મા બાપ નો જ ગણાય ... કેમકે આ તેવોની ઘેલછાઓ સપનાઓ નો અંત તો તેમની આખરની એકલતા જ તેમને સમજાવી શકશે. અને પાછું તેમાં સંયુક્ત કુટુંબ તો હવે કોઈને જોઈતા નથી એટલે કોઈ સાથ આપવા વાળુ તો છે જ નહિ,બસ હૂતો ને હુતી રહ્યા એમાં પણ જો હૂતો કે હુતી કોઈ મરી ગયું તો તો બસ કાળા પાણી ની સજા જેવી જિંદગી થઇ જાય લોકો સંતાનો ને ગાળો આપે પરંતુ આ છેલ્લા 30 વર્ષ મા મા બાપ ના જ ખોટા નિર્ણયો આજે વૃદ્ધાશ્રમો વધારે છે એક તો સંયુક્ત કુટુંબોમાં ના રહેવાની વિચારધારા અને છોકરાઓ ને ભણતર ના નામે પ્રેમ વિહીન દૂર કરી રોબોટ બનાવી દેવા.