રેનુ મંડલનું નામ તો હવે જગજાહેર થઈ ગયું છે માટે હવે તેનીવધું વિગતે લખવું જરા યોગ્ય તો નથી જ પરંતું તેની જે કહાની છે કે જે તે રેલ્વે સ્ટેશન ઉપર લતા મંગેશકરના ફિલ્મી ગીતો ગાતી ગાતી તેને આખી જીંદગી કાઢી ને બચી જીંદગીમાં તેનું જે નસીબ બદલાઈ ગયું તે એક વિચાર માગી લે તેવું છે માટે કયારે ને કોનું નસીબ પલટાઈ જાય તે કયારેય કહી ના શકાય..
રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ કે પછી મોટા મંદિરોના ચોગાનમાં ગીતો ગાતા ગાતા કે કોઇ આધુનિક ડાન્સ કરતા કરતા કે કોઇ જાદુનો ખેલ કરતા કરતાં કોણ કયારે ઓડી ગાડી લઈને જાહેર રોડ ઉપર ગમે ત્યારે દેખાઇ આવે તે કહી શકાય નહીં કારણકે આજકાલ મિડીયાનો જમાનોછે કયારે કોઇ ફોટા કે વિડીયો ઉતારી જાય ને પછી વાયરલ જાહેર માધ્યમ ઉપર કરી દે તે કોઇને ખબર ના પડે! પછી તો તે હજારો ને લાખો લોકોના મોબાઇલ ઉપર જોવાતો થઇ જાયછે...પણ સાથે સાથે આપણા એવા સારા નસીબ પણ હોવા જોઈએ..બધાથી રેનુ મંડલ થઈ શકાય નહી! કારણકે હિમેશ રેશમીયાજી પાસે હજારો સીંગરો હોયછે માટે તે બધાને ચાન્સ આપી તો ના શકે!
આવી જ એક બીજી રેનુ મંડલ જેવી સ્ત્રી આજકાલ એક રોડ ઉપર જોવા મળે છે પણ તે ફિલ્મી ગીતો નથી ગાતી પણ મનમાં ભગવાનના ભજનો એકલી એકલી ગાતી હોયછે
ને રોડ ઉપર આવતા જતા લોકોની સામું જોઇને એક નાનુ સ્મિત પણ વારંવાર આપતી હોયછે કદાચ તેને પણ એમ કે કોઇ મારો ફોટો ખેંચે અથવા નાનો વિડીયો ઉતારે કદાચ હિમેશજી નહી તો કોઇ મંદિરવાળા તો મને બોલાવે કદાચ આરતી ભજન ગાવા! જેથી મારુ બે ટંક જમવાનું પણ આસાનીથી નીકળી જાય..એક અત્યંત ગરીબ બાઇછે પણ કોઇ હરીના લાલને તેની પાસે ના ઉભા રહેવાનો સમય છે કે ના બે પૈસા આપવાનો વિચાર હોયછે,
બસ તેની ઉપર એક નજર નાખીને ચાલતા થઇ જાયછે..એકલી ને અટુલી તે નાના રોડ ઉપર બેઠીછે તાપ હોય કે વરસાદ રાત હોય કે દિવસ તે તેનો ગુજારો બસ આમજ કાઢતી હોયછે આજુબાજુ થોડી ઘણી માનવ વસ્તી પણ રહેછે ને તેઓ પણ તેને કંઇક ને કંઇક ખાવાનું આપતા હોયછે પણ કોઇને એટલી પણ દયા કે સારો વિચાર નથી આવતો કે આને રોડ ઉપરથી ખસેડીને કોઇ સારી ને સલામત જગ્યાએ બેસાડીએ!
પાસે એક નાનો ખાટલો, એક કપડાંનું પોટલું ને બે એક ધાતુના વાસણ સાથે બેઠેલી આ સ્ત્રી કેવી રીતે દિવસો કાઢતી હશે તે તો કોઇ દયાવાન ને મોટા દિલવાળા માણસને જ ખબર પડે કે ગરીબી શી ચીજ છે!
કહેવાય છે કે મરેલા માણસની અરથી પકડવા લોકો તેની પાછળ દોટ મુકતા હોયછે કારણકે તેઓ સમજેછે કે તેમ કરવાથી પુણ્ય મળે છે, ચાલો માની લઈએ કે ખરેખર પુણ્ય મળતું હશે પણ વધુ સાચું તો એ છે કે કોઇ જીવતા જાગતા ગરીબ માણસને કોઇપણ જાતનો જરુરી સહારો જે આપેછે તેને તો કદાચ તેની આખી જીંદગીનું પુણ્ય મળેછે..
વાત કડવી લાગશે પણ સો ટકા આ સાચી વાતછે..આથી જ ભગવાન સારા માણસોને જલદી ઉપર બોલાવી લેછે કારણકે ભગવાન આવા લોકોને તેનુ ફળ આપવા વધુ સમય નથી લગાડતો!!!
સેવા કરો સહારો આપો મદદ કરો...