ટૂંકીવાર્તા....
વિટંબણા....
!ઘણાં સમયે મળ્યા..આજે મળી જ ગઈ છે તો એક મન નો ભાર તારી સાથે હળવો કરી દઉં.વાત નો જવાબ પણ મને જરૂર દેજે..
શું પ્રેમ દિલ થી થાય કે મન થી...?થયા પછી કદાચ મળી ન શકાય તો એ આપણા કર્મ ના ફળ કે વિધાતા ની મરજી??ને સમય ના વહાણા વાય ને એ પ્રેમ સામે આવી જાય ને હક જતાવે તો શુ કરવું??ઝૂકી પણ જાઉ તો શું સખી એ મારો "દાવો"થોડો છે???આ તે કેવી "વિટંબણા"...મન તો હા-ના ની વિટંબણા માં હતું પણ દિલે કહ્યું હવે નાનો પણ અહમ્ નહિ ...ને સ્વીકારી લીધી એ મૈત્રી .. જેને નામ ન હતું ...પણ ફરી ફરીને સખી હુ સ્ત્રી છુ એ આરોપ થયો કે મે ચાહ નો "દાવો" કર્યો...શું મારો હક એ "દાવો"છે???
હુ સખી આ "વિટંબણા" માં થી બહાર નીકળ ...ના એ ચાહ "દાવો" નથી.એમ માનનારા ને કહે એ તો દિલ ના ખૂણા મા સાચવેલો લાવા છે ઠર્યો જ નહોતો તેથી ફરી ઉકળ્યો...પણ વિધાતા ને ત્યારે પણ નહોતું સ્વીકાર્ય ને આજે પણ નથી ...માટે સાચવતા આવડે તો એ "હુંફ"ને સાચવીલે નહિતો ...ફરી એક સ્ત્રી ને તો આંચળો પહેરી "વિટંબણા" નો સામનો કરતા આવડે છે....!!!
જયશ્રી.પટેલ
૧૭/૭/૧૭