Gujarati Quote in Good Night by Parmar Sagar

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યાં સુધી આપણા દેશમાં કપટી, જુઠા, ભ્રષ્ટાચારી માણસો છે...ત્યાં સુધી આપણાં દેશને પ્રગતિ કરવામાં બઉ સમય લાગશે...કેમ કે આપણા દેશને આપણા જ લોકો લૂંટી રહ્યા છે....અહીંયા કોઈપણ માણસ કોઈને આગળ લાવવા નથી માંગતો, કોઈની મદદ કરવા નથી માંગતો પણ વ્યક્તિને કઈ રીતે નીચે પાડવો, તેને કઈ રીતે હરાવવો બસ આ જ આવડે છે.....સાચા અને સારા માણસોની અહીંયા કોઈ જગ્યા નથી....અહીંયા સારા માણસોની કંઈ કદર જ નથી બસ અહીંયા કદર છે તો કપટી અને જુઠા માણસોની....અહીંયા કોઈ ગરીબની ના તો મદદ કરવા માંગે છે ના તો તે કઈ એના માટે કરવા માંગે છે અને કોઈ કરતું હશે તો પણ તે વ્યક્તિનો તેમાં સ્વાર્થ જ છુપાયેલો હશે....અમીર માણસ પોતાને જ અમીર કરવામાં પડ્યો છે તેને કોઈ ચિંતા નથી કે નાના માણસો કઈ રીતે જીવે છે અને કંઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે.....બસ એને પોતાના ઠાઠ અને પોતાના ઘમન્ડમાંથી ક્યારેય નીચું આવવું જ નથી....આ કપટી અને જુઠા માણસોમાં ના તો કંઈ પણ પ્રકારની લાગણી હોય છે ના તો કંઈ પણ પ્રકારની દયા હોય છે......અને હશે તો પણ બસ એક જાતનો ઢોંગ જ રચવાનો પ્રયત્ન કરતા હશે.....દેશમાં જ્યાં સુધી આવા લોકો છે અને રહેશે ત્યાં સુધી દેશ આગળ નહીં વધી શકે.....કેમ કે અત્યારે દિવસે ને દિવસે જુઠા અને કપટી માણસ લોકો વધારે ને વધારે અમીર બનતા જાય છે ને અને જે મહેનત કરે છે, સાચા છે અને ઈમાનદાર વ્યક્તિઓ છે એમને આ લોકો નીચે પાડવા બેઠા છે અને આગળ આવવા કે તેમની હરોળમાં આવવા દેવા માંગતા નથી માટે ગરીબ માણસો આગળ વધી નથી શકતા ને ગરીબ જ બની રહે છે.........

Gujarati Good Night by Parmar Sagar : 111250792
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now