રંગમંચ... 7-9-2019
રંગ સમા રંગમંચની રંગત બની જવુ,
આ રીતે ઈચ્છાને રંગભૂમિમાં ઉતારી દવુ.
તમારા મારા જીવનનો એક કિસ્સો ભજવી દવુ,
આ રીતે રંગમંચ પર એક શ્ચાસ ભરી દવુ.
કલાકારી બતાવી શબ્દોથી મન હરી લવુ,
આ રીતે રંગમંચમાં અવનવા રંગ ભરી દવુ.
કરુણાસભર પાત્ર ભજવી સૈની આંખ ભીંજવી દવુ,
આ રીતે રંગમંચની રંગીનતા બતાવી દવુ.
કલાકારી કરીને જીવનનિર્વાહ ચલાવી લવુ,
આ રીતે રંગમંચથી દોરંગી જીવન જીવી લવુ.
અલગ અલગ પાત્રો ભજવી સૌના દિલમાં છવાઈ જવુ,
આ રીતે રંગમંચનો નવો ઈતિહાસ રચી દવુ.
રંગભૂમિને ભાવનાથી રંગી મંદિર બનાવી દવુ,
આ રીતે રંગમંચને ઈશ્ચર બનાવી દવુ....
ભાવના ભટ્ટ અમદાવાદ.....