આજે આખા ભારત દેશમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે..દરેક ધંધા આજે મંદ ગતિએ ચાલી રહ્યા છે..તે પછી સુરતનો હીરા ઉદ્યોગ હોય કે ટેક્ષટાઇલ્સ ઉદ્યોગ હોય..અથવા તો ફોર વ્હીલર કે ટુ વ્હીલર નો ધંધો કેમ ના હોય! દરેક ધંધાવાળાને તેમના વ્યાપારની મંદીની સમસ્યા છે
કરવુ તો શુ કરવુ! માલ ઘણો જ છે પણ ધંધો બિલકુલ નથી દરેક નાના મોટા દુકાનવાળા પોતાની દુકાનમાં ગ્રાહક આવવાની રાહ જોઇને બેઠા છે સવારે વહેલી સવારે સમયસર પોતાનો ધંધો ખોલીને બેસવાનો ને રાત્રે બંધ કરવાના સમયે બંધ કરવાનો પણ ગ્રાહક નામે કોઇ ચકલુ ફરકતું નથી...માલ ઝાઝોછે પણ તેને ખરીદનાર નથી તહેવારો આવેછે ને જાયછે પણ બે પૈસાનો વેપાર દેખાતો નથી! આમ કયાં સુધી ચાલશે! સુરતમાં ધંધાના ઘણા એકમો બંધ થઈ ગયા પછી કારીગરો બિચારા શુ કરી શકે! ઘરોમાં ખાવાની પણ તકલીફો પડવા લાગી છે હવે આવા મોટા શહેરમાં કામ વગર રહેવુ પણ અઘરુ છે માટે હવે દરેક કારીગરો પોતાના બિસ્તરા પોટલાં બાંધીને પોતાના વતન જઇ રહ્યા છે..આ માટે હવે આ આવી પડેલી મંદી અંગે સરકારે જરા વિચારવું જોઈએ...કે કેવા પગલાં લેવાથી આ મંદીમાંથી બહાર નીકળી શકાય..આવી ભયંકર મંદીને લીધે નવુ કામ પણ મળતુ નથી...જયા જુઓ ત્યા (નો વેકનસી) ના લખાણ જોવા મળી રહ્યા છે..આજે હજી પણ શાકભાજીના ભાવ પણ આસમાને છે દરેક શાક આજે ચાલીસ પચાસ રૂપિયે કિલો મળી રહ્યુ છે..પૈસાદાર તો ઠીક પણ એક ગરીબ માણસ તે મોંઘુ શાક કેવી રીતે ઘેર ખાશે! ચા ને રોટલી ખાઇને રાતે તે લોકોને સુવું પડે છે.. દૂધ મોંઘુ શાક મોંઘુ તો પછી લોકો શુ ખાય! જે ખાવાથી શરીરને વધુ વિટામીન મળતા હોયછે જો તે જ ચીજો મોંઘી થાય તો શરીરે જોઇએ તેવી શક્તિ કેવી રીતે આવે! આજે સો રુપિયાનું શાક લાવીએ તો પુરી થેલી પણ ભરાતી નથી પહેલા તો સો રુપિયાનું શાક આખુ અઠવાડીયું ચાલતુ હતુ ને આજે તે પૈસાનું શાક બે દિવસ પણ નથી ચાલતું! હાય રે હાય આવી મોંઘવારી..કેમ કરીને જીવાય! ડિઝલ મોંઘુ પેટ્રોલ મોંઘુ શાકભાજી મોંઘા દૂધ મોંઘુ બધી જ જીવનજરુરીઆત ચીજો મોંઘી થતી જાયછે ને આમાં ગરીબ વર્ગ વધુ પીસાતો હોયછે..એક બાજુ આવી સખ્ત મંદી તો બીજી તરફ દરેક ચીજો મોંઘી ને પછી હાથમાં રહેલુ કામ પણ ચાલ્યુ જાયછે...તમે ફોટામાં જોઇ શકો છો કે સુરતમાં આવેલી મંદીના લીધે કામદાર વર્ગ પોતાના વતન પરત જઇ રહ્યો છે...જયારે તેઓને મંદી દુર થયાના સારા સમાચાર મળશે ત્યારે તેઓ પોતાના ધંધે પરત ફરશે હાલ તો વતન જઇને તેમની જે હશે થોડી ઘણી ખેતીવાડી તેમાં કામ માટે જોતરાઈ જશે...