#યુવાધન
? યુવાધન કઈ દિશામાં ?...ૐD
એમને તો સમજ જ નથી કે એમણે આગળ કરવાનું છે શું ? એમની જવાબદારી શું ? મોજ મસ્તી કરવા ને પૈસા કમાવવા સિવાય કોઈ સમજ જ નથી. મોટા ભાગના આવા છે.
આ લોકો જ આગળ જઈ કોઈ શિક્ષક, એન્જિનિયર, વકીલ, ડોક્ટર વગેરે બનશે તો ભવિષ્ય શું હશે ? જેમને પોતાની જ કશી પડી નથી. એ અન્ય ને કેમ સંભાળશે ? તેમને તો કામ થયા થી મતલબ છે. સારા ખરાબ થી કોઈ મતલબ નથી. પાયો ખુબ જ કાચો છે. આમાં આકાશને આંબતી ઈમારત કઈ રીતે ટકશે.?
ખોટા પાખંડો, ખોટા મુખોટા પહેરેલ વ્યક્તિ, ઢોંગે આ યુવાધનની બુધ્ધિ ભ્રષ્ટ કરી છે. સાચા માર્ગદર્શકની જરૂર છે. હજુએ મોડું થયું જ નથી. સહીયારા પ્રયાસ થી વાત ને કાબુમાં લાવી શકાશે પણ એ માટે પહેલા પોતે મક્કમ બનવું પડશે. દુનિયામાં બધું છે. પણ જે તે ને પોતાની પસંદગીનું જ લેવાનું હોય એ સમજાવવા પડશે.
કેટલીક મર્યાદા, જવાબદારી હોય છે સમજાવવા પડશે. ખોટું કોઈ હોતું નથી બસ જોવા ની રીત અલગ હોય છે સમજાવવા પડશે. આ ભટકેલ યુવાધન ન કહેવાય પણ એમને શું કરવું જોઈએ શું સાચું સમજ આપવી પડશે.
સમજણ છે પણ જવાબદારી, મર્યાદા, આમન્યાનું ભાન નથી રહ્યું એ સમજાવવું પડશે. જોકે આ યુવાધન જવાબદારી, મર્યાદા, આમન્યા એવું કશું જોયું જ નથી જેથી તેમને સમજ નથી. જોશે, સાંભળશે, અમલમાં આવશે તો જરૂર થી યુવાધન ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે. ધણાં એવા સારા છે. જેને માત્ર કહેવાની જરૂર છે. બાકી તેઓ જાતે જ સમજી જાય એટલી આવડત તો આ યુવાધન માં છે જ...ૐD