Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ પાંચ રાશિના જાતકો હોય છે ખુબજ દયાળુ, કોઈ પણનું દુ:ખ નથી કરી શકતા સહન

આપણો સ્વભાવ આપણું વર્તન કેવુ રહેશે તેની સીધી અસર આપણી રાશિના કારણે થતી હોય છે. આપણા શાસ્ત્રોમાં ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રમાં આ અંગે વિસ્તૃતથી વર્ણન કરવામાં આવ્યુ છે. આપણે જન્મ લઈએ તે ક્ષણથી જ આપણા જન્મ સમય વાર અને નક્ષત્ર અનુસાર આપણે રાશિ ભોગવીએ છીએ અને એ રાશિ પર આધિપત્ય જે ગ્રહનું હોય આજીવન આપણા પર તેની અસર પડતી હોય છે.
કેટલાક લોકોને જોઈને આપણે કહેતા હોઈએ છીએ કે આ ભાઈ તો ખુબજ દયાળુ છે અને ભૂલથી પણ કોઈનું દુખ જોઈ નથી શકતા. બીજાને હેરાન કરવા હંમેશા આ જાતક તૈયાર જ હોય છે. તો આજે આપણે એવી પાંચ રાશિના જાતક અંગે વાત કરીશું જે ખુબજ દયાવાન હોય છે અને કોઈનું દુખ તેમનાથી જોઈ નથી શકાતુ આ જાતકો હંમેશા બીજાની મદદ કરવા અડીખમ ઉભા રહે છે.

મેષ(અ,લ,ઈ)

આ રાશિના જાતકો સ્વભાવથી થોડા નરમ હોય છે. કોઈનું દુખ જોઈને ક્યારેય એવુ વિચારતા નથી કે મારે શું અને બને તેટલી મદદ કરતા રહે છે. આ રાશિના જાતકો દયાળુ હોવાની સાથે સાથે થોડા ઉતાવળીયા સ્વભાવના પણ હોય છે કોઈ પણ નિર્ણય તાત્કાલીક કરી દે છે અને ક્યારેક આવા ખોટા નિર્ણયને કારણે તેમને પસ્તાવાનો સમય આવે છે. જો ભૂલથી પણ આ જાતકને જાણ થાય કે કોઈને ખરેખર મદદની જરૂર છે તો ક્યારેય પાછળ નથી રહેતા.

સિંહ (મ,ટ)

આ રાશિના જાતકો ખુબજ દયાળુ હોય છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે જલ્દીથી કોઈની વાતમાં આવી જાય છે. કોઈ વિશે ધારણા બાંધતા તેમને વાર નથી લાગતી એક વખત મનમાં કોઈ અંગે નિર્ણય લે તો પછી તેમાં ડગતા નથી. આ જાતકનો સ્વભાવ થોડો એકલવાયો હોય છે આથી તેમને બીજાની નજીક જવું ગમતુ પણ નથી અને કોઈ તેમની વધુ નજીક આવે તો પણ ગમતું નથી આકરા અને કડક નિર્ણયો લેવામાં આ રાશિના જાતકો પાવરધા હોય છે.

કન્યા (પ,ઠ,ણ)

આ રાશિના જાતકો સ્પષ્ટવક્તા હોય છે. કડવું લાગે તો પણ સામેનાને મોં પર પરખાવી દેવાનું તેમના સ્વભાવમાં હોય છે. તેઓ જેમની સાથે દોસ્તી કરે તેનો ક્યારેય સાથ નથી છોડતા. જ્યારે કોઈને પણ મદદ કરવાની વાત આવે ત્યારે આ જાતકો ક્યારેય પાછા નથી પડતા. હા તેમનો સ્વભાવ થોડો જીદ્દી હોય છે અને આ કારણે તેઓ થોડા અપ્રિય લાગે છે.

તુલા(ર,ત)
આ રાશિના જાતકો બીજાને સહાય કરવામાં ખુબજ પાવરધા હોય છે. મદદની જ્યારે કોઈને જરૂર પડે પોતાનો હાથ લંબાવી જરૂર મદદ કરે છે. આ જાતકોની ખાસિયત એ છે કે તેઓ કોઈની નિંદા સાંભળી નથી શકતા. કોઈને પણ ખરીખોટી સંભળાવી દેવાની તેમની સાહજીક આદત હોય છે.

કુંભ (ગ,શ,સ)

આ રાશિના જાતકો પ્રભુત્વશાળી વ્યક્તિત્વના માલિક હોય છે. તેમની જીવન પ્રત્યેનો દૃષ્ટીકોણ બીજાઓ કરતા અલગ હોવાથી તેમને ભીડમાં પણ બીજાઓથી અલગ પાડે છે. આ જાતકો ક્યારેય કોઈને દુખ પહોંચાડે તેવુ કરતા નથી. કોઈનું દુખ દર્દ જોઈ તરતજ મદદ કરવા દોડી આવે છે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111250062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now