નવા_દુઃખો૬#સીઝન૩
ગઈ કાલે રૂબરૂ દુઃખ વેચવા નીકળી , કંઈ મેલ ના પડ્યો. પછી ખ્યાલ આવ્યો કે olx પર વેચી દેવાય.. આજ કાલ ઓનલાઇન નો જમાનો છે ને.
Olx પર મારા પરમ સુખદ દુઃખો મેં વેચવા મૂક્યા ને તરત જ એક ભાઈ નો ફોન આવ્યો, કે મારે લેવાં છે. આપણે તો ખુશખુશાલ થઈ ગયા. મેં કહ્યું હા તો વાર શેની , જલ્દી સોદો ફાઈનલ કરીએ. તો કહે ના, મારે તો લેતાં પહેલાં જોવા છે. મેં કહ્યું કે, દુઃખો જોવા ના મળે. અે તો અનુભવવાની ચીજ છે. અે માટે તમારાં માં કરુણા હોવી જોઈએ, સંવેદના હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ.
એ ભાઈ કહે, મારી પાસે આ બધું કંઈ જ નથી, અે બધું પણ વેચાતું આપો છો ? મેં કહ્યું , ના અે તો મારો ખજાનો છે, અે થોડી આપુ ? તો અે તો મંડ્યા, કે બેન તમને હું ૧૦૦૦૦ એક્સ્ટ્રા આપું. મેં ના પાડી , ને અે તો પાછળ જ પડી ગયા છે.કેડો જ નથી મૂકતા.
હવે બધા આવું હેરાન કરશે , એના કરતાં હું હવે દુઃખો સાથે લઈ ને આમ નજીક માં જ ક્યાંક usa ફરી આવું, ટ્રમ્પ ને મારા દુઃખો નો પોર્ટ ફોલીઓ બતાડી આવું. કદાચ પરદેશ માં કઈ રસ્તો મળે તો મારા વાચકો બી છૂટે.
ઓહ, પણ વિઝા જ ક્યાં છે?વિઝા તો ઠીક, પાસપોર્ટ પણ ક્યાં છે ? લો, હું ફરી નવેસર થી ઓનલાઇન ને ઓફ લાઈન બધી જ રીતે દુઃખી !