Gujarati Quote in Blog by Jayshree Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહાલા રાધાબહેન...
ઉત્તર ગુજરાતના ચાણસ્મા ગામે ધોરણ પહેલામાં
પ્રવેશ લીધો ત્યારે છ વરસની ઉમ્મર હતી.દાવપેચ કે કંકાસ ઝઘડાને કોઈ સ્થાન નહોતું.આવા સમયે શાળાના પ્રથમ દિવસે જ એક ગોરા,સરસ ઉંચાને લાંબા કાળા નાગણ જેવા વાળ ધરાવતા,આંખોમાં તેજ અને ગુલાબી કમળની પાંદડી જેવા હોઠ ધરાવતા રાધાબહેન વર્ગમાં પ્રવેશ્યા.બાળક બુદ્ધિ તેથી જોઈ હેત ઉભરાય આવ્યું .પગે લાગી તો કહે ,”છોરી ચ્યાંથી આવીશે ભણવા...? “ પહેલા તો ભાષા જ ન સમજાય,કારણ શુદ્ધ ગુજરાતી બોલતા પરિવારની કેળવણી હતી.મોસાળ ને પિતાના ધરે ગુજરાતી સ્પષ્ટ પણે બોલતું .
થોડી પળો પછી મે જવાબ આપ્યો,”એક તો છોરી નહિ,દીકરી કે બેટા કહો નહિતો છોકરી તો વાત કરીશ.”ગુસ્સે થઈ ગયા ને ખસેડવા ગયા તો સમતોલન ગયું ને દાદર પરથી સીધી નીચે...કપાળની ડાબી બાજુ મોટો ઘા પડી ગયો.પાટણ જઈ ટાંકા લેવા પડ્યા
પણ સફેદને ભૂરી પટ્ટીની પહેરેલી સાડી પર લાલ લોહીના ડાઘા એ રાધાબહેન ને કારમો ધા આપ્યો.તેઓ થોડો સમય ઘરે ભણાવા આવ્યા ને સાચું કહુ તો ઉત્તર ગુજરાતની મીઠી ચમશોની ભાષા શહેરની સભ્યતાની ભાષા બોલતા થઈ ગયા.
ફક્ત વરસ જ ભણી પછી બીજા ધોરણમાં તો ભરૂચ ચાલી ગઈ.કપાળ પરનો ડાઘ આજે પણ રાધાબહેન ની યાદ જરૂર આપે ને શાળાના પહેલા દિવસની. ત્યારબાદ હુ ચ્યમશો ,હારૂ શો બોલતી તો દાદીમાની એક ફૂટપટ્ટી હાથ પર પડતી ને બીજો હાથ કપાળ પરના ડાઘને સ્પર્શતો.મન મલકાતું કે બહેનની યાદમાં બોલાવેલા શબ્દો મા મીઠું દર્દ તો જરૂર હતું .
આવા મારા પહેલા શિક્ષકને પ્રણામ આજના *શિક્ષકદિને*.
જયશ્રી.પટેલ
૫/૯/૧૯

Gujarati Blog by Jayshree Patel : 111249438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now