ભાવશૂન્ય બેઠેલો હું એની સામે , વિચાર કરતો ' શું સાચેમાં અમારું જામે ?
' મગજ ને અંતર બંને લાગેલા અલગ અલગ કામે ; જીભ થોથવાતી શું બોલું હું આમે .
આંખોની સામે જ જુની યાદો તાજી થાય
દિમાગ અને દિલ બન્ને જુદી રાય આપે
સામે બેઠેલી પૂછે એ મને "કેમ"
હૈયું મારું રોતુ પણ શું ફાયદો એને બતાવી ને ;
હસાવી દઉં એને એક વાર મારી રીતે મનાવીને ,
પણ નિષ્ક્રિય રેહશે કા . કે . એ બેઠી તી બધું પતાવી ને . દિવસો વીત્યા એ વાતને તો બી બધું તાજું લાગે
એનો ગુસ્સો ને હાસ્ય નો અવાજ હજુ કાને વાગે , |
બહુ જોયું હવે તો આ મન પણ તારો જ પ્રેમ માંગે ,
ભલે તું આગળ ગઈ પણ આ દિલ તારી પાછળ જ ભાગે .?