છોને વાસ્યું! તમ હૃદયે લોખંડી એક બારણું,
મુજ હૃદયે વહેતું રહ્યું યાદોનું એક ઝરણું.
કોશિશો કરતું રહ્યું, તુજને તારવવા એ ઘણું,
અંતે ત્યાં મૂકીને જોયું મેં સ્નેહ કેરું ગરણું.
થતું રહ્યું મુજ અંતરે અંધારું તુજ વિના ઘણું,
આ હૃદય પણ હવે થયું અતેજ ને શ્યામવરણું.
નથી અંતરે ઉજાસ વધુ પણ, ઇચ્છતું એ રહ્યું,
એક દી' ઉગશે જ પ્રભાત તુજ પ્રેમ થકી અરણું.
છે ખાલી જગ્યા, જ્યાં સ્થાન હતું મુજ તણું?
કે માત્ર "આર્યમ્" મન જ હતું મૃગજળ હરણું?
ભાવેશ પરમાર. "આર્યમ્"